APVAAD RAKHU CHHU..!

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

તને આપી જવી છે એટલે હું યાદ રાખું છું,
નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.

સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે,
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું.

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેંથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

KHARAA CHHO TAME...

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે!
ફરીથી મનાવું, ખરાં છો તમે!

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાવું, ખરાં છો તમે!

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે!

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ,
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે!

DARR RAKHO...

લાગણીઓ ને આમ રેઢી કેમ રાખો ,
થોડો ઠોકર નો તો ડર રાખો .

સ્મિત ને આટલું ખુલ્લુ કેમ રાખો ,
થોડો ચોરાવાનો તો ડર રાખો .

નયનને આમ ક્યા ઢાળો ,
કોક નો ઘાયલ થવાનો તો ડર રાખો.

કેશ ને આમ ક્યાં િવખેરો ,
મેઘ ના શરમાવવાનો તો ડર રાખો.

અંગડાઈ ને આમ કયાં આવકારો ?
લતાનો કરમાવવાનો તો ડર રાખો.

પાયલને આમ ક્યાં ખનકાવો ?
જલતરંગ ને હરાવવાનો તો ડર રાખો

આટલું અલ્હડ ક્યાં ચાલો ,
ઝરણાં નો સ્થિર થવાનો તો ડર રાખો.

આટલું સુરીલુ ક્યાં બોલો ,
કોયલ નો મૌન થવાનો તો ડર રાખો.

મને આટલો પ્રેમ ક્યાં કરો,
મારો પાગલ થવાનો તો ડર રાખો.

FARI-YAAD KEM KARE ?

આમ િદલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?

KHYAAL MAA

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.

મુજ પર િસતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘રાહી’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.